લોકસભામાં નાણાકીય ખરડો 2025 પર ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે દેશમાં GST વ્યવસ્થા ખૂબ જ જટિલ છે.તેમણે આરોપ લગાવ્યો કે નાની મીઠાઈની દુકાનો 18 ટકા GST ચૂકવી રહી છેપરંતુ HSN કોડની સુસંગત સિસ્ટમના અભાવે તેઓ ઇનપુટ ક્રેડિટ મેળવી શકતાનથી. શ્રી થરૂરે કહ્યું કે, સરકારને કર ચૂકવતા સામાન્ય માણસ માટે રાહત હોવી જોઈએ. ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે, આખું વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારત છેલ્લા દસ વર્ષમાં એક ઉજ્જવળ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. શ્રી દુબેએ કહ્યું કે, ઓનલાઈન ગેમિંગના અનિયંત્રિત વૃદ્ધિ પર નજર રાખવા માટે તેના પર 28 ટકા GST લાદવામાં આવ્યોછે.
Site Admin | માર્ચ 24, 2025 8:00 પી એમ(PM)
લોકસભામાં નાણાકીય ખરડો 2025 પર ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે દેશમાં GST વ્યવસ્થા ખૂબ જ જટિલ છે
