લોકસભામાં નાણાકીય ખરડો, 2024 પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો પસાર થતાની સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારની નાણાકીય જોગવાઇઓ અમલી બની છે, અને બજેટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. લોકસભામાં ખરડા અંગેની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોદી સરકારનો હેતુ કર માળખાને સરળ બનાવવાની સાથે સાથે દેશમાં વિકાસ અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો છે. સુશ્રી સીતારમણે વધુમાં જણાવ્યું કે સરકારે છેલ્લાં એક દાયકામાં કર માળખામાં મોટા ફેરફાર કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે કરમાં વધારો કર્યા વિના સરકાર વધુ પારદર્શિતા સાથે નિયમોના પાલનને સરળ બનાવતા એક સરળ કર વ્યવસ્થા લાવી છે. મધ્યમ વર્ગ ઉપર કર બોજ અંગે વિપક્ષના દાવાને ફગાવતા નાણામંત્રીએ જણાવ્યું કે 2023માં વ્યક્તિગત આવક વેરા સ્લેબને ઘણા ઉદાર બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે તમામ કરદાતાઓની કુલ કર ચૂકવણીમાં 37 હજાર, 500 રૂપિયાનો ઘટાડો થયો, જેના કારણે મધ્યમ વર્ગને ફાયદો થયો છે. નાણાકીય ખરડો પસાર થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી દિવસ પૂરતી સ્થગિત કરી દીધી હતી..
Site Admin | ઓગસ્ટ 8, 2024 11:43 એ એમ (AM)