ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM) | લોકસભા

printer

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે

લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે.કોંગ્રેસે સાત, તૃણમુલ કોંગ્રેસે છ, આપે ત્રણ, જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળની વાયનાડ સંસદીય બેઠક ઉપર વિજય મેળવ્યો છે. તેમણે સીપીઆઈના ઉમેદવાર સથ્યેન મોકેરીને ચાર લાખથી વધુ મતોથી પરાજ્ય આપ્યો છે.એવી જ રીતે મહારાષ્ટ્રની લોકસભાની નાંદેડ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના સંતુક રાવ હંમ્બર્ડે એ તેમના નજીકના હરીફ કોંગ્રેસના રવીન્દ્ર ચવ્હાણને ત્રણ લાખથી વધુ મતોથી પરાજ્ય આપ્યો છે.રાજસ્થાનમાં વિધાનસભાની સાત બેઠકોની પેટાચૂંટણીમાં સત્તાધારી ભાજપે પાંચ જ્યારે ભારત આદિવાસી પક્ષ અને કોંગ્રેસે એક-એક બેઠક મેળવી છે બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં બધી જ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.આસામમાં એનડીએ ગઠબંધને તમામ પાંચ વિધાનસભા બેઠકો જીતી લીધી છે. ભાજપે ત્રણ, જ્યારે આસામ ગણપરિષદ અને યુનાઇટેડ પિપલ્સ પાર્ટીએ એક-એક બેઠક જીતી લીધી છે.બિહારમાં સત્તાધારીએ એનડીએએ તમામ ચાર બેઠકો જીતી લીધી છે.પંજાબમાં ચારમાંથી ત્રણ બેઠકો આપ પક્ષે જ્યારે એક બેઠક કોંગ્રેસે મેળવી છે. ચંદીગઢમાં ભાજપે રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે તમામ ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કેરળમાં કોંગ્રેસ અને સીપીઆઈએમએ એક-એક મેળવી છે.ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે.ગુજરાતમાં વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 મત મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં એનડીએ નવમાંથી સાત બેઠકો જીતી લીધી છે જેમાં ભાજપે છ બેઠકો મેળવી છે. અને તેના સાથી પક્ષ આરએલડીએ એક બેઠક જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો જીતી લીધી છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વિજયપુર બેઠક મેળવી છે અને સત્તાધારી બુધની બેઠક ઉપર સરસાઈ ધરાવે છે. જ્યારે સિક્કીમમાં સત્તાધારી SKM પક્ષે બે બેઠકો જીતી લીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ