લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં પંચાયતમાં પણ લોકતંત્ર છે. સંવિધાન ગૃહના કેન્દ્રીય કક્ષ ખાતે પંચાયતથી સંસદના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરાવતા શ્રી બિરલાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, આઝાદીની લડાઈની પહેલી શરૂઆત વર્ષ 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કરાવી હતી. ત્યારબાદ આ આઝાદીના આંદોલનના સંઘર્ષમાં યોગદાન આપવામાં પણ મહિલાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.
રાજકીય, વિજ્ઞાન-ટેક્નોલોજી, અંતરિક્ષ સહિતના તમામ ક્ષેત્રમાં અને દેશના વિકાસમાં મહિલાઓએ મોટું યોગદાન આપ્યું છે. લોકતંત્ર આપણો વારસો છે અને આપણી પ્રાચીન સભ્યતા છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)