લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે શકે તે માટે કાયદાકીય સંસ્થાઓને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો છે.10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ભારત પ્રદેશ સમેલનમાં વિધાનસભાઓનું ડિજિટાઈઝેશન, ધારાસભ્યોની ક્ષમતા નિર્માણ અને ટકાઉ અને સર્વસમાવેશક વિકાસમાં વિધાનસભા સંસ્થાઓની ભૂમિકા સહિત વિવિધ મુદ્દાઓ પર ઉત્પાદક ચર્ચા થઈ હતી.. શ્રી બિરલા કે જેઓ CPA ઈન્ડિયારિજનના અધ્યક્ષ પણ છે, તેમણે આજે નવીદિલ્હીમાં પૂર્ણ થયેલી બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 25 અધ્યક્ષો, ચાર પ્રિસાઇડિંગ અધિકારીઓ અને 22 વિધાનસભાના પ્રમુખ અધિકારીઓએ આ પરિષદમાં હાજરી આપી હતી.શ્રી બિરલાએ જણાવ્યું હતું કે રાજ્યોની વિધાનસભાઓનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી જેથી એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 6:48 પી એમ(PM)
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ભારત પ્રદેશ સમેલનમાં સંબોધન કર્યું
