લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે. તેમણે ભારતમાં રાષ્ટ્રનિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી.
રશિયામાં વસતા ભારતીયોને શ્રી બિરલા એ તેમના કાર્યો, યોગદાન અને સિદ્ધિઓ દ્વારા ભારતની છબીને આકાર આપનારા રાજદૂત ગણાવ્યા હતા . શ્રી બિરલાએ ભારતીય સમુદાયને રશિયામાં તેમની માતૃભૂમિને સક્રિયપણે ઉજાગર કરવા અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યા. ભારત-રશિયા સંબંધો અંગે, શ્રી બિરલાએ તેના પરસ્પર વિશ્વાસ અને આદરના પાયા પર ભાર મૂક્યો હતો, અને બંને દેશોએ પડકારના સમયમાં સતત એકબીજાને ટેકો આપ્યો છે. શ્રી બિરલા રશિયામાં ગત 12મીજુલાઇ એ પૂરા થયેલા રશિયામાં 10મા BRICS પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 8:33 પી એમ(PM)
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે
