લોકસભાના અધ્યક્ષપદ માટે ભાજપના વરિષ્ઠ સાંસદ ઓમ બિરલાએ જ્યારે વિપક્ષ તરફથી કે. સુરેશે તેમની ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને પીયૂષ ગોયલે આ અંગે સહમતી સાધવા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ સાથે મુલાકાત કરી હતી. પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ સધાઈ ન હતી.
દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાના અધ્યક્ષપદ માટે વિપક્ષ એનડીએના ઉમેદવારને સમર્થન આપવા માટે તૈયાર છે, પરંતુ નાયબ અધ્યક્ષપદ વિપક્ષના ઉમેદવારને જ આપવું જોઈએ તેમ જણાવ્યુ હતું. આજે સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી ગાંધીએ લોકસભામાં અધ્યક્ષપદ માટે સરકારને સમર્થન આપવા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી હોવાનું જણાવ્યુ હતું.
Site Admin | જૂન 25, 2024 4:13 પી એમ(PM) | અધ્યક્ષપદ | લોકસભા