લોકસભાએ ગઈ કાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો 2024 પ્રસાર કર્યો છે.
આ ખરડા દ્વારા આરબીઆઇ એક્ટ, 1934, ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સહિતના કાયદામાં સુધારો કરવામાં આવશે.
ખરડામાં બેન્ક ખાતામાં નોમિનીની સંખ્યા હાલનાં બેથી વધારીને ચાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ખરડામાં સરકારી બેન્કોમાં ડિરેક્ટરનો કાર્યકાળ આઠ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખરડામાં મધ્યસ્થ સહકારી બેન્કના ડિરેક્ટરને રાજ્ય સહકારી બેન્કના બોર્ડમાં સેવા આપવાની પણ મંજૂરી અપાઈ છે.તેમાં ઓડિટરોને ચૂકવવામાં આવતું મહેનતાણુ નક્કી કરવામાં બેન્કોને વધુ સ્વતંત્રતા આપવાની પણ જોગવાઈ છે.
ખરડો દાખલ કરતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સૂચિત સુધારાથી બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સ મજબૂત બનશે અને ગ્રાહકોની સગવડતામાં વધારો થશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 10:35 એ એમ (AM)