ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:26 પી એમ(PM)

printer

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે. આ વિધેયકનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારના નાણાકીય પ્રસ્તાવોને અમલમાં મુકવાનો છે. નાણા વિધેયક પર ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું: ‘વિધેયકમાં કરદાતાઓને સન્માન આપવા અને વ્યવસાયની સરળતા માટે કરમાં રાહત અપાઈ છે.’ સુશ્રી સીતારમણે કહ્યું: ‘દેશના લોકોની અપેક્ષા અને વર્ષ 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નાણા વિધેયકમાં અનેક પગલાં લેવાયા છે.’ કસ્ટમ્સ વિધેયકનો ઉદ્દેશ ડ્યૂટી માળખાને તર્કસંગત બનાવવાનો છે. તેનાથી ઉત્પાદન એકમોને મદદ અને નિકાસને પ્રોત્સાહન મળશે તેમ પણ સુશ્રી સીતારમણે ઉમેર્યું હતું. આ પહેલા ચર્ચામાં ભાગ લેતા કૉંગ્રેસના એસ. જોથિમણિએ દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા સરકાર પર આક્ષેપ કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ