ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી અભિવ્યક્તિ અને સંવાદના સંતુલન પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત છે. નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસના 50મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અભિવ્યક્તિ અને સંવાદ એકબીજાના પૂરક છે અને બંને વચ્ચે સંવાદિતા એ સફળતાની ચાવી છે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM) | Jagdeep Dhankhar | lokshahi | Vice President