લોકરક્ષક અને PSI ની ભરતીમાં 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે. PSI માટે ઉમેદવારી કરી હશે તેમની પહેલા શારીરિક પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લોક રક્ષક માટેના ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે.
ડિસેમ્બર જાન્યુઆરીમા PSI ની લેખિત પરીક્ષા યોજાશે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોક રક્ષકની લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ શારીરિક તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 3:10 પી એમ(PM)