લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું છે. 40 વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર ઓસામુ સુઝુકીની ઉંમર 94 વર્ષ હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી સુઝુકીનું અવસાન 25 ડિસેમ્બરનાં રોજ લિમ્ફોમાને કારણે થયું છે. સુઝુકી મોટર્સે ભારત સરકાર સાથે ભાગીદારી કરીનેસરકારી કંપની મારૂતિ ઉદ્યોગમાં વર્ષ 1982માં 26 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સંયુક્તસાહસે વર્ષ 1983માં મારૂતિ એઇટ હન્ડ્રેડ નામની સ્મોલ કાર બજારમાં મૂકી, જેનેતાત્કાલિક સફળતા મળી.
Site Admin | ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM) | મારૂતિ