ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 2:14 પી એમ(PM)

printer

લેબનોન ખાતેના ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાસ અબિયાદને 11 ટનનો તબીબી સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે

લેબનોન ખાતેના ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાસ અબિયાદને 11 ટનનો તબીબી સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે. જે બંને દેશો વચ્ચેના સહયોગી પ્રયાસોને ઉજાગર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લેબનોન ખાતેના ભારતીય દૂતાવાસે લેબનોન સાથે તેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રમાં વધી રહેલા તણાવ વચ્ચે માનવતાવાદી સહાયના ભાગરૂપે ભારતે 18મી ઓક્ટોબરે 11 ટન તબીબી પુરવઠો મોકલ્યો હતો અને કુલ 33 ટન તબીબી પુરવઠો મોકલવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ