ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 9:53 એ એમ (AM) | કમાન્ડર

printer

લેબનોનમાં ઇઝરાયેલી દળોએ કરેલા હવાઇ હુમલામાં હિજબુલ્લાહનો કમાન્ડર અબુ અલી રીદા ઠાર મરાયો

લેબનોનમાં ઇઝરાયેલી દળોએ કરેલા હવાઇ હુમલામાં હિજબુલ્લાહનો કમાન્ડર અબુ અલી રીદા ઠાર મરાયો છે. લેબનીઝ સૈન્ય સૂત્રોને ટાંકીને કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાયું છે કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં વરિષ્ઠ હિજબુલ્લાહ કમાન્ડર સહિત 13ના મોત થયા છે. ઇઝરાયેલ સુરક્ષા દળોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે લેબનોનના દક્ષિણ ભાગમાં બારાચિટ નજીક હવાઈ હુમલામાં રિદાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
વધુમાં કહેવાયું છે કે રીદા ઇઝરાયેલી દળો પર રોકેટ અને એન્ટી – ટેન્ક મિસાઇલ હુમલાઓના સંકલન તેમજ આ વિસ્તારમાં હિજબુલ્લાહની પ્રવૃત્તિઓના સંચાલન માટે જવાબદાર હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું છે કે હિજબુલ્લાહે ઉત્તરી ઇઝરાયેલમાં અંદાજે 60 જેટલા શસ્ત્રોથી ગોળીબાર કર્યો છે. જેની સામે ઇઝરાયેલની સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. આ તરફ હિજબુલ્લાહે પણ ઉત્તરી ઇઝરાયેલમાં અનેક સ્થળોએ મિસાઇલ છોડવાની પુષ્ટિ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ