ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 3:08 પી એમ(PM)

printer

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી. આ તરફ હિજબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને તેનો બદલો લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
છે.

જોકે ઇઝરાયેલે હજી સુધી આ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી નથી લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે થયેલા વિસ્ફોટોમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે બે હજારથી વધુ લોકોને ઈજા થવા પામી હતી. તેમાં હિજબુલ્લાહના સભ્યો પણ સામેલ છે.ઇરાની મીડિયા અનુસાર લેબનાનમાં ઇરાનના રાજદૂત મુઝતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા હતા. જવાબી કાર્યવાહીની આશંકાને જોતા ઉત્તરી ઇઝરાયેલમાં લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવા માટે કહેવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ