લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા છે અને તેમના સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં દૂતાવાસે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 518 ભારતીયોને બચાવ્યા છે.
દૂતાવાસે આ મામલે લાઓસ સત્તાધીશોના સહકાર બદલ પણ આભાર માન્યો હતો. તેમણે લાઓસ આવતા ભારતીય શ્રમિકોને સાયબર કૌભાંડ માટે બનાવટી અથવા ગેરકાયદેસર નોકરીની ઓફરમાં ફસાઈને પોતાની સલામતીને જોખમમાં ન મૂકવા પણ વિનંતી કરી હતી.