ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 11, 2024 2:05 પી એમ(PM) | asian summit | Laos | PM Modi

printer

લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મુક્ત, સમાવેશી, સમૃધ્ધ અને નિયમ આધારિત વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સમગ્ર ભારત-પ્રશાંત વિસ્તારનાં હિતમાં છે. પ્રધાનમંત્રી આજે લાઓ PDRનાં વિયેન્તિયાનેમાં 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધી રહ્યા હતા.

વિશ્વનાં વિવિધ પ્રદેશોમાં હાલ ચાલી રહેલા સંઘર્ષ અંગે શ્રી મોદીએ જણાવ્યું કે, વિસ્તારનો નહીં, પણ વિકાસનો અભિગમ હોવો જોઇએ. તેમણે જણાવ્યું કે, વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષની નકારાત્મક અસર વિકાસશીલ દેશો પર પડી રહી છે. દરેક વ્યક્તિ યુરેશિયા અને પશ્ચિમ એશિયા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. તેમણે જણાવ્યું કે આ યુધ્ધનો યુગ નથી અને સમસ્યાનું સમાધાન યુધ્ધનાં મેદાનમાંથી નહીં આવે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે, માનવીય અભિગમ, સંવાદ અને કુટનિતી પર ભાર મૂકાવો જોઇએ. તેમણે ત્રાસવાદને વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ગંભીર પડકાર ગણાવ્યો હતો.

યજમાન અને આગામી અધ્યક્ષ બાદ પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધવા સૌ પ્રથમ પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂર્વ એશિયા શિખર સંમેલનમાં 10 આસિયાન દેશો અને આઠ ભાગીદાર દેશોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ