લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગનું સ્વાગત કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, બંને દેશ વચ્ચેના સંબંધોને આગળ વધારવા આ મહત્વપૂર્ણ તક છે.
લાઈબેરિયાએ સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સંગઠનમાં ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. 22 ઑગસ્ટ સુધી ચાલનારા આ સંમેલનનો ઉદ્દેશ્ય આફ્રિકાના વિકાસ માટે બંને દેશની ભાગીદારીને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:39 પી એમ(PM) | સંમેલન