લદ્દાખમાં, ઉપ રાજ્યપાલબીડી મિશ્રાએ કારગીલમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનીઅધ્યક્ષતા કરી હતી. કારગીલનાસૈયદ મહેદી ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વામિત્વ યોજના હેઠળ લદ્દાખનાલાભાર્થીઓને 15,855 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આકાશવાણી સાથેવાત કરતાં શ્રી મિશ્રાએ સ્વામિત્વયોજનાની પરિવર્તનશીલ સંભાવના પર ભાર મૂક્યો,અને તેનેગ્રામીણ શાસનમાં એક અગ્રણી પહેલ ગણાવી. તેમણે ઔપચારિક મિલકત અધિકારોના આર્થિકફાયદાઓ પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને લદ્દાખમાં યોજનાના મજબૂત અમલીકરણની ખાતરીઆપી. વધુમાં તેમણેજણાવ્યું હતું કે લેહ જિલ્લામાં ડ્રોન મેપિંગ પૂર્ણ થઈ ગયું છેઅને કારગિલ જિલ્લામાં 70% પૂર્ણ થઈ ગયું છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાનેતૃત્વ હેઠળની વ્યાપક પહેલનો એક ભાગ છે, જેમાં લદ્દાખ સહિત 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિતપ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:39 પી એમ(PM)