લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વક્કફ સુધારા ખરડો, 2024 રજૂ કરવા જઈ રહ્યા છે. આ ખરડાનો હેતુ રાજ્ય વક્કફ બૉર્ડની સત્તાઓ અને કામગીરી, વક્કફ મિલકતોની નોંધણી તેમજ સર્વેક્ષણ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે.
દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, આ ખરડાને કારણે જેમને સીધી અસર થવાની છે, સરકારે તેમની સાથે વાટાઘાટો કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્રએ સર્વદળીય બેઠક બોલાવી, કાયદા પર વિપક્ષના સૂચના લેવા જોઈતા હતા. સંસદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવકુમાર રાયે જણાવ્યું કે તેમનો પક્ષ આ ખરડાનો વિરોધ કરશે. એનસીપી સાસંદ સુપ્રિયા સુલે એ ખરડાને વધુ તપાસ અને વધુ ભલામણો માટે સ્થાયી સમિતિને મોકલવાની માગ કરી હતી.
બીજી તરફ, ભાજપે ભારપૂર્વક જણાવ્યું છે કે, વંચિત રહી ગયેલા લઘુમતિઓને ન્યાય આપવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. ભાજપ સાંસદ સંજય જયસ્વાલે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસે વક્ફ બોર્ડ કાયદા દ્વારા ગરીબ લઘુમતીઓને હેરાન કરવાની છૂટ આપી છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:02 પી એમ(PM) | કિરણ રિજિજુ