લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તે માટે રાજ્ય સરકારો તકેદારી રાખ તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું. ભારત સરકાર કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતો પાસેથી 100 ટકા તુવેરની ખરીદી કરવા માટે કટિબદ્ધ છે તેમ પણ કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું હતું. ખરીફ 2024-25 સીઝન દરમિયાન ભાવ સમર્થન યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં તુવેર (અરહર)ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોના હિતમાં કર્ણાટકે પણ ખરીદીનો સમયગાળો વધારીને પહેલી મે સુધી કરવાની મંજૂરી આપી દીધી છે.
શ્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે,આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ખરીદી ચાલુ છે તથા 25 માર્ચ, 2025 સુધી આ રાજ્યોમાં કુલ 2.46 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે, જેનાથી આ રાજ્યોનાં એક લાખ 71 હજાર 569 ખેડૂતોને લાભ થયો છે.
Site Admin | માર્ચ 27, 2025 7:53 પી એમ(PM)
લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તેવી રાજ્ય સરકારો તકેદારી રાખવા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું સૂચન
