લખનૌમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવ્યું.ગુજરાત જાયન્ટ્સે ૧૭૮ રનનો લક્ષ્યાંક ત્રણ બોલ હતા ત્યારે પૂર્ણ કર્યો હતો. હરલીન દેઓલે અણનમ 70 રન બનાવ્યા. દેઓલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.આ અગાઉ દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 177 રન બનાવ્યા હતા. મેગ લેનિંગે 92 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મેઘના સિંહે 3 વિકેટ લીધી હતી.આ જીત સાથે ગુજરાત જાયન્ટ્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. ગુજરાત સાત મેચમાં આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આઠ મેચમાં તેના દસ પોઈન્ટ છે.આજે સાંજે લખનૌમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર યુપી વોરિયર્સ સામે આજે સાંજે ટકરાશે.
Site Admin | માર્ચ 8, 2025 10:35 એ એમ (AM)
લખનૌમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હરાવ્યું.
