લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજના તજજ્ઞ નિષ્ણાત ડોકટરો દ્વારા મફત તપાસ ઉપરાંત દવા, લોહીની તપાસ અને એક્સ-રે જેવી સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.આ કેમ્પનો ૩૫૦થી વધુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર અને લખતર તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:35 પી એમ(PM) | લખતર
લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
