કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે કોલકાતા હોસ્પીટલની ઘટનાની જાતે જ નોંધ લઇને સર્વોચ્ચ અદાલતે કરેલા કેસની સુનાવણી આજે હાથ ધરી હતી. સુનાવણીના આરંભે ન્યાયમૂર્તિએ આંદોલન કરી રહેલા તબીબોને જાહેર આરોગ્ય સેવાના હિતમાં ફરજ પર પાછા ફરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિવિધ તબીબી સંગઠ્ઠનોએ આ મુદ્દે માર્ગદર્શન આપવા વિનંતી કરતી અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં કરી છે. કોલકાતાની હોસ્પીટલના બનાવના પગલે સમગ્ર દેશમાં રોષ વ્યાપ્યો છે અને તબીબોએ દેશના વિવિધ સ્થળોએ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સલામતી સુનિશ્ચિત કરવાની માંગણી સાથે દેખાવો યોજ્યા છે.
દરમ્યાન, આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઇએ કોલકાતા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય સંદિપ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. તો બીજી તરફ બંગાળના આરોગ્યવિભાગે ડૉ.માનસ બંદોપાધ્યાયની કાર મેડિકલ કોલેજના નવા આચાર્ય તરીક નિમણુંક કરી છે. એવી જ રીતે સંદિપ ઘોષની નેશનલ મેડિકલ કોલેજના આચાર્ય તરીકે જાહેર કરાયેલા બદલીના આદેશને પશ્ચિમ બંગાળ સરકારે રદ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:47 પી એમ(PM) | કોલકાતા
લકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો
