ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 6, 2024 7:16 પી એમ(PM) | નોકરી

printer

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના – ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના – ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ELI યોજનાના અમલીકરણ અંગે બેઠકના અધ્યક્ષસ્થાનેથી આ વાત કરી હતી.
શ્રી માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલી ‘રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન’ ELI યોજના ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. રોજગારીના સર્જનને સરળ બનાવવા અને નોકરીદાતાઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપતી ELI યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને જરૂરિયાતમંદ નાગરિકો સુધી આ યોજનાની માહિતી રોજગારવાંચ્છુક નાગરિકો સુધી પહોંચાડવા જાગૃતિ અભિયાન હાથ ધરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય બજેટ 2024-25માં ‘રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન’ માટેની ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે 5 વર્ષનાં ગાળામાં 4 કરોડ 1 લાખ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા પ્રદાન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ