રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું છે.. એસડીજી-2024 મુજબસંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ 95.95 % જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે અને ગત વર્ષનાં SDG રીપોર્ટ અનુસાર 88 % થી ખુબ જ નોંધપાત્ર વધારો દર્શાવે છે..મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધીમાંકુલ 9 લાખ 95 હજાર કરતાં વધુ બાળકો અને 2 લાખ 25 હજાર કરતાં વધુ સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.રાજયમાં રસીકરણ થી અટકાવી શકાય તેવા રોગોખાસ કરીને ડીપ્થેરિયા, મેટેરનલ અને નીઓનેટલ ટીટેનસ માં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. રાજયમાંસંપૂર્ણ રસીકરણનો વ્યાપ વધારવા માટે વર્ષ 2023માં ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ 5.0 અંતર્ગત રસીકરણ બાકી રહી ગયેલ હોય કે કોઈછુટી ગયેલ હોય તેવા બાળકોને ઝુંબેશરૂપે આવરી લેવામાં આવ્યા છે. અને કુલ 78 હજાર કરતાં વધુ બાળકોનું રસીકરણ કરાયુંછે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:14 પી એમ(PM)