રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. સિક્યોરિટીઝ એન્ડએક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ ડિજિલોકર સાથે ભાગીદારી કરી છે. સેબીનાં પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોકાણકારો ડિજિલોકરમાંથી પોતાનું કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ મેળવી શકશે.આ વ્યવસ્થાથી દાવા વિનાની નાણાકીય અસ્કયામતોનું પ્રમાણ ઘટશે અને રોકાણકારોનાં હિતોનું રક્ષણ થશે.
Site Admin | માર્ચ 19, 2025 7:28 પી એમ(PM) | રોકાણકારો
રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે
