ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 3:19 પી એમ(PM)

printer

રેશન કાર્ડના લાભાર્થીઓનાં ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે.

રેશન કાર્ડના લાભાર્થીઓનાં ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ દ્વારા ઇ-કેવાયસી સેવા શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુલભ બનાવવા માટે ડિલિવરી પોસ્ટ ઓફિસ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ અન્ન ભંડાર અને સસ્તા અનાજની દુકાનો પાસે કેમ્પનું આયોજન કરીને રેશનકાર્ડ લાભાર્થીઓને e-KYC ની પ્રક્રિયા સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ સુવિધાથી અમદાવાદ શહેરના આશરે ૧૩ લાખ લાભાર્થીઓને લાભ મળશે.
ટપાલી દ્વારા પણ કોઈ પણ ચાર્જ લીધા વગર કાર્ડધારકોને તેમના ઘરેથી પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. રેશનકાર્ડ લાભાર્થીઓ તેમના આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડથી લિન્ક મોબાઇલ સાથે તેમની નજીકની ડિલિવરી પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ, ત્યાં પોસ્ટમેન મારફતે પણ e-KYCની પ્રક્રિયા કરાવી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ