ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 26, 2024 3:28 પી એમ(PM) | વન વિભાગ

printer

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે

રેલવે ટ્રેક પર સિંહોના વધતા જતાં અકસ્માતને ધ્યાનમાં લઈને વન વિભાગ પ્રથમ વખત સિંહના સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વન વિભાગને કરેલી તાકીદને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ તૈયાર કરવામાં આવી છે.વન વિભાગ અને રેલવે દ્વારા રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલ કમિટી તૈયાર કરવામાં આવી છે. રેલ્વે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થયા છે તેવી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ જગ્યાએથી ટ્રેન પસાર થાય ત્યારે ઝડપમાં ઘટાડો કરવામાં આવશે.આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ નો ઉપયોગ કરવામાં આવશે જેના માટેના ટ્રેન્ડરની પ્રક્રિયા ચાલુ છે એમ મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જણાવ્યું હતું.એઆઈના ઉપયોગથી સિંહ જ્યારે રેલવે ટ્રેકની આજુબાજુમાં આવશે ત્યારે કન્ટ્રોલ રૂમ, રેલ્વે મિત્રો અને ટ્રેકર્સને એલર્ટ મળશે જેથી તેઓ સાવચેત થઈને સિંહોને ત્યાંથી દુર કરવાની કામગીરી કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ