રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે.
હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સંકેત પ્રણાલીમાં ફેરફાર, નવી તકનીક, ફ્લાયઑવર અને અંડરપાસ બનાવવા પર ભાર અપાશે. નવા ટ્રેક અને ડબલ ગેજ રેલવે પાટાના નિર્માણ ઉપર 75 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વર્ષ 2024-25ના અંદાજપત્રમાં રેલવેને મૂડી ખર્ચ માટે 2 લાખ 62 હજાર 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ અંદાજપત્રમાંથી 1 લાખ 8 હજાર કરોડ રૂપિયા માત્ર સુરક્ષા વ્યવસ્થાપન પાછળ ખર્ચાશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:43 પી એમ(PM) | રેલવે
રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે
