ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 3:50 પી એમ(PM)

printer

રેડક્રોસ સોસાયટી ભાવનગરને રાજ્ય કક્ષાના 7 એવોર્ડ એનાયત કરાશે

રેડક્રોસ સોસાયટી ભાવનગરને રાજ્ય કક્ષાના 7 એવોર્ડ એનાયત કરાશે. 14 ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાનાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભાવનગર રેડક્રોસના હોદ્દેદારોને એવોર્ડ  એનાયત કરાશે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની અનેક માનવતાવાદી સેવાઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23 અને 23-24 ના વર્ષના કુલ સાત એવોર્ડ આપવામાં આવશે, જેમાં ભાવનગર રેડક્રોસને રાજ્યમાં દેહદાન, ચક્ષુદાન અને અંગદાન સેવાઓ માટે પ્રથમ અને વર્ષ 22-23 માં શ્રેષ્ઠ જિલ્લા શાખામાં બીજા ક્રમે તથા પ્રાથમિક સારવાર અને જુનિયર રેડક્રોસ સેવાઓ માટે બીજા ક્રમના એવોર્ડ જ્યારે વર્ષ 23-24 માટે રેડક્રોસ ભાવનગરને રાજ્યની શ્રેષ્ઠ શાખા તરીકે પ્રથમ ક્રમાંકનો એવોર્ડ તેમજ પ્રાથમિક સારવારની સેવાઓ અને અંગદાન,ચક્ષુદાન અને દેહદાનમાં રાજ્યની શ્રેષ્ઠ સેવાઓ નો એવોર્ડ આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ