ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રિ-ઇન્વેસ્ટ સમિટના બે જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત એક કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રિ-ઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ “એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનેન્સ અપાર્ચ્યૂનિટી ફૉર ગુજરાત” વિષય પર યોજાયેલી C.E.O. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.
આ સંમેલનમાં ગઈકાલે રાજ્યના ગ્રીન હાઈડ્રૉજન, કલાઇમેટ ચેન્જ વગેરે જેવા વિષયો ઉપર સેમિનાર પણ યોજાયા હતા. શ્રી દેસાઈએ ઉંમેર્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જામાં સમગ્ર દેશમાં 200 ગીગાવૉટની ક્ષમતામાં ઉત્પાદન થયું, જે અંતર્ગત રાજ્યમાં 30 ગીગાવૉટની ક્ષમતામાં ઉત્પાદન થયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ