આજે રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અનેસુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતુ કે ભારત આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે, અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. કોઈપણ પ્રતિભાવ માનવતાવાદી કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવો જોઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ,” તેમ પણ કેન્દ્રીય મંત્રી શ્રીજયશંકરે ઉમેર્યુ હતું.પેલેસ્ટાઈનના મુદ્દા પરના ઉકેલ માટેનવી દિલ્હીના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.કતારના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાનશેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીની અધ્યક્ષતામાં ભારત-GCC વ્યૂહાત્મક સંવાદ, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોના વિદેશ પ્રધાનો અને ભારતના વિદેશ પ્રધાન એક મંચ ઉપર હતા.તેમની ટિપ્પણીમાં, જયશંકરે ભારત અને GCC રાજ્યો વચ્ચે વૈશ્વિક શાંતિ,સુરક્ષા અને સ્થિરતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાસમકાલીન ભૂ-રાજનીતિમાં ગલ્ફ ક્ષેત્રની કેન્દ્રિયતા પર ભાર મૂક્યો હતો..
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:51 પી એમ(PM) | વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર