રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોમવારે બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા હતા.આ નિર્દેશ સિદ્ધાંતો પરઆધારિત છે અને બેન્કો, એનબીએફસી તથા સહકારી બેન્કો જેવી નિયંત્રિત સંસ્થાઓનાં સંચાલન અને ગુનાતથા છેતરપિંડી ડામવામાં બોર્ડની ભૂમિકાને મજબૂત બનાવે છે. આ નિર્દેશો પ્રાદેશિકગ્રામીણ બેન્કો, ગ્રામીણ સહકારી બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સકંપનીઓને પણ લાગુ પડે છે.
Site Admin | જુલાઇ 15, 2024 8:19 પી એમ(PM) | રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા
