રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. નિર્દેશો મુજબ, ક્રેડિટમાહિતી કંપનીઓએ ગ્રાહકોને એસ એમ એસ અથવા ઈમેલ દ્વારા ચેતવણીઓ મોકલવી પડશે બેંકો અનેનોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ,NBFC સહિતની ક્રેડિટ સંસ્થાઓએ પણ ગ્રાહકોને ડેટા સુધારણા માટેની વિનંતીઓ નકારવાના કારણો વિશે જાણ કરવી આવશ્યક છે. આ માર્ગદર્શિકાને કારણે ગ્રાહકોને તેમના CIRમાં કોઈપણ સમસ્યાને સમજવામાં અને તેનું નિરાકરણ કરવામાં મદદ મળશે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 6:54 પી એમ(PM)