રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે. નિષ્ણાતોના મતે આરબીઆઈ ચાવીરૂપ વ્યાજ દરો યથાવત રાખે તેવી શક્યતા છે. ખાદ્ય ફુગાવો અને આર્થિક વૃદ્ધિના જોખમો આરબીઆઈ માટે મુખ્ય ચિંતાની બાબતો છે.
સરકારે રિઝર્વ બેંકને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો 4 ટકાની અંદર જાળવવાનું કામ સોંપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી. તેમાં ત્રણ નવા સભ્યો જોડાયા હતા. સમિતિના અધ્યક્ષ અને રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે સમિતિની બેઠકના પરિણામો વિશે માહિતી આપશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:22 પી એમ(PM)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે
