ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 13, 2024 11:00 એ એમ (AM) | aakshvaninews

printer

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને પ્રથમ ત્રણ મહિનામાં જમા રકમના 100 ટકા રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તબીબી ખર્ચ અથવા કુદરતી આપત્તિ જેવી કટોકટીના કિસ્સામાં થાપણદાર નાણાં ઉપાડવા માંગે છે તો આવા સમયે થાપણદારે કોઈ વ્યાજ ચુકવવું નહી પડે. જો કોઈ થાપણદાર અન્ય કોઈ કારણસર ઉપાડ કરવા માંગે છે તો NBFC કોઈપણ વ્યાજ વગર જમા કરેલી રકમના 50 ટકા ચૂકવી શકે છે.
આરબીઆઈએ કહ્યું કે મૂળ રકમના 50 ટકાથી વધુ અથવા 5 લાખ રૂપિયાથી બેમાંથી જે ઓછું હોય તે સમય પહેલા ચૂકવી શકાય છે. આરબીઆઈએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓને થાપણદારોને પાકતી મુદત વિશે બે મહિનાને બદલે 14 દિવસ અગાઉ જાણ કરવા જણાવ્યું છે. આ ફેરફારો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ