રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.ગઈકાલે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે બેંકના બોર્ડની ગ્રાહક સેવા સમિતિને સમયાંતરે નોમિનેશન પ્રક્રિયાની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ વર્ષે 31 માર્ચથી ત્રિમાસિક ધોરણે આ સંદર્ભમાં થયેલી પ્રગતિની વિગતો રિઝર્વ બેંકના દક્ષ પોર્ટલ પર પણ આપવાની રહેશે. રિઝર્વ બેંકે બેંકોને તેમના કર્મચારીઓને નોમિનેશન લેવા અને મૃતકના નોમિની અથવા કાનૂની વારસદારોના દાવાઓનું સમાધાન કરવા માટે યોગ્ય રીતે તાલીમ આપવા પણ કહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM) | ભારતીય રિઝર્વ બેંક