રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજથી સુરતની બે દિવસની મુલાકાતે છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કર્યા બાદ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે પાકિસ્તાનને ટકોર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાને કારગીલ પર આક્રમણ કર્યું, તે સમયે ભારત ઇચ્છત તો પુરા દેશ પર આક્રમણ કરી શકતું હતું, પણ સરહદ પાર ન કરવા સેનાને આદેશ હતો.
તેમણે જણાવ્યું કે, ભારત વર્ષ ક્યારેય યુદ્ધની શરૂઆત કરતું નથી. ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પણ જ્યાં આતંકીઓ હતા, ત્યાં જ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. લોકો આપણા વિષે ગમે તે વિચારે, પણ આપણો પાયો આધ્યાત્મિક છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 4:19 પી એમ(PM) | સ્વયંસેવક