દેશભરમાં ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ ગુજરાતનાં સહકાર મોડલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે. રાજ્યમાં કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ૪૮ લાખથી વધુ ખેડૂતોને કુલ ૩ હજાર ૫૬ કરોડથી વધુ રૂપિયાની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત ૧૯ કરોડ ૩૧ લાખ રૂપિયા અને માછીમારોને ૭૮ લાખ રૂપિયાની વ્યાજ સહાય આપવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા ૨૫ ટકા મૂડી સહાય ૫ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪માં ૫૫૯ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે ૧૫ કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 19, 2024 9:44 એ એમ (AM) | રાષ્ટ્રીય સહકાર સપ્તાહ