રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે એમ સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ મહિનામાં રશિયા અને ઓગસ્ટના અંતમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બંને દેશોનાં પ્રમુખ વ્લાદિમીર પુટિન અને વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે બેઠકો યોજી હતી.
શ્રી ઝેલેન્સ્કી સાથેની બેઠક બાદ શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પુટિન સાથે ફોન પર વાત કરી હતી અને રાજકીય તથા રાજદ્વારી માધ્યમથી બંને દેશો વચ્ચે સમાધાન કરાવવાની ભારતની પ્રતિબધ્ધતા પર ભાર મૂક્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, આ ફોન મંત્રણા દરમિયાન જ બંને નેતાઓએ નિર્ણય લીધો હતો કે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ શાંતિ મંત્રણા માટે મોસ્કો જશે. જો કે દોભાલની મુલાકાત આ સપ્તાહે બ્રિક્સ દેશોનાં રાષ્ટ્રીય સલામતી સલાહકોની બેઠકનો ભાગ છે.