ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 29, 2024 3:51 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત્ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે,એર ક્વાલિટી ઇન્ડેક્સ 271 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના અનેક વિસ્તારમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. બૉર્ડનાઆંકડાઓ અનુસાર, આનંદ વિહારનો 318,બવાનાનો 325 અને આયાનગરનો હવા ગુણવત્તા સૂચકાંક 313 છે. શૂન્યથી 50 વચ્ચે હવા ગુણવત્તા સૂચકાંક સારો, 51થી 100ની વચ્ચે સંતોષકારક, 101થી 200 વચ્ચે મધ્યમ, 201થી 300 વચ્ચે ખરાબ અને 301થી 400 વચ્ચે અતિશય ખરાબ માનવામાં આવે છે. જ્યારે 401થી 450 વચ્ચે વાયુ ગુણવત્તા સૂચકાંક ગંભીર મનાય છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ