રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે.. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સુચકાંક – AQI 441ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી.
દેશની રાજધાનીમાં હાલમાં AQI 400થી 500ની વચ્ચે છે. અનેક વિસ્તારોમાં AQI 450ને પાર જતાં શ્વસન સંબંધિત બિમારીઓથી પીડિત લોકોની મુશ્કેલી વધી છે. પ્રદૂષણની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજથી ગ્રેપ નો ત્રીજો તબક્કો લાગુ કરાયો છે.
દરમ્યાન દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં કહ્યું, રાજ્યમાં હવા પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી આદેશ સુધી ઓનલાઈન વર્ગો ચલાવાશે.
Site Admin | નવેમ્બર 15, 2024 2:02 પી એમ(PM) | હવા ગુણવત્તા સુચકાંક - AQI