રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતીમાં યોજાશે. આ પ્રસંગે રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.
દીક્ષાંત સમારોહમાં 447 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો, ત્રણ વિદ્યાર્થીઓને પીએચડીની ડીગ્રી અને 13 જેટલાં વિદ્યાર્થીઓને તેમના અસાધારણ પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના લવાદ દહેગામમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુરક્ષા અભ્યાસ અને સંબંધિત ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ માટે સમર્પિત છે. આ યુનિવર્સિટીનો હેતુ સમકાલીન સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે જ્ઞાન અને કુશળતાથી સજ્જ કુશળ વ્યવસાયિકો તૈયાર કરવાનો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:25 પી એમ(PM)