ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 7:57 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 આગવા વર્ષે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. આમહોત્સવને “વિકસિત ભારત યુવા નેતા સંવાદ” નામ અપાયું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાંસંવાદદાતા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી. શ્રી માંડવિયાએ કહ્યું કે, ‘આ મંચ દેશની યુવાશક્તિને પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી સાથે વાતચીત અને તેમની સમક્ષ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાની તક આપશે.’શ્રી માંડવિયાએ ઉમેર્યું કે, આ સંવાદનો ઉદ્દેશ દેશભરના યુવાનોની પ્રતિભાને ઓળખી તેનો વિકાસ કરવાનોછે. સાથે જ વિકસિત ભારત માટે તેમને એક એવું યોગ્ય મંચ પૂરું પાડવાનો છે, જેતેમે વૈશ્વિક અને રાષ્ટ્રીય હસ્તિઓ સાથે જોડે. આ સંવેદ દેશના યુવાનોને વિકસિત ભારતના વાહક બનાવવા માટેમજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ