પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે.
વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ્ય એક લાખ બિન-રાજકીય યુવાનોને રાજકારણ સાથે જોડવાનો અને તેમને વિકસિત ભારત માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | narendramodi | news | newsupdate | PM | PM Modi | PMO | topnews | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભારત