ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય “પરવાહ”(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે

‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય “પરવાહ”(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. આહવા ખાતે મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું, જેમાં ફરજીયાત હેલ્મેટ, સિટ બેલ્ટનો ઉપયોગ, વાહનની ગતિ મર્યાદા સહિતના માર્ગ સુરક્ષાના નિયમો વિષે નાગરિકોને ધ્યાન દોરવામાં આવ્યું.
દમણ આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમ બાબતે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો હતો. દમણ ટેક્સી, રીક્ષા, બસ, સ્કૂલ બસ, સરકારી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની માહિતી અપાઇ હતી. ટ્રાફિક નિયમોના પાલન કરનાર અને જાગરૂકતામાં સારું કાર્ય કરનાર ડ્રાઇવર અને એનજીઓને સન્માનિત કરવામાં આવ્યા. સાથે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હોવાની માહિતી દમણના વાહન વ્યવહાર નિરીક્ષક બિપીન પવારે આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ