રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – NHRCએ વાયવ્ય દિલ્હીમાં ખુલ્લી ગટરમાં પડી જતાં એક બાળકના થયેલા મૃત્યુના અહેવાલની જાતે જ નોંધ લઇને દીલ્હીના અગ્રસચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકના કમિશ્રનર અને પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી છે NHRCએ ચાર સપ્તાહમાં આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ સંબંધિતોને આપ્યો છે. NHRCએ આ અહેવાલમાં સંબંધિતો સામે એફઆઇઆરની સ્થિતિની જાણકારી પણ માંગી છે.
NHRCએ અવલોકન કર્યું છે કે, નગરપાલિકાના અધિકારીઓની સંભવિત બેદરકારીના કારણે થયેલી આ દુર્ઘટનાને માનવ અધિકારનો ભંગ સમાન ગણાવી શકાય.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:55 પી એમ(PM) | NHRC