રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.મીડિયા અહેવાલો પર સુઓ-મોટો સંજ્ઞાન લેતા, પંચે ચાર અઠવાડિયામાં દિલ્હીસરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છે કે અહેવાલો અનુસારકથિત રીતે મર્યાદા કરતાં વધુ લોકોવાળા આશ્રયસ્થાનોમાં આશ્રિતોના માનવ અધિકારોનાઉલ્લંઘનનો ગંભીર મુદ્દો છે. આઅહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ અધિકારીઓનીબેદરકારી દર્શાવે છે. NHRCએ કહ્યું, સમાચાર માધ્યમોના અહેવાલ અનુસાર, આશ્રયસ્થાનોમાં 500 આશ્રિતોની ક્ષમતા છે પરંતુ હાલમાં આશાકિરણમાં એક હજારથી વધુ લોકો રહે છે.જે ગંભીર બાબત છે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 7:59 પી એમ(PM)