ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 9:30 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCW દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે.

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCWએ જણાવ્યું કે, તે દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે. એનસીડબલ્યુના અધ્યક્ષ વિજયા રાહતકરે ગઈ કાલે પટણામાં જણાવ્યું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોગે શરૂ કરેલી આ એક નવી પહેલ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આવા 23 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અધ્યક્ષે જણાવ્યું કે, આ પરામર્શ કેન્દ્રો સરકારી જગ્યાઓ પર ખોલવામાં આવશે અને તેનું સંચાલન જિલ્લા અથવા મ્યુનિસિપલ સંસ્થાઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે. સુશ્રી રાહતકરે જણાવ્યું કે, આ કેન્દ્રો દંપત્તિઓને લગ્ન અંગે સામાજિક મનોવિજ્ઞાન અને વર્તણુંક જેવા પાસાનું માર્ગદર્શન પૂરું પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ